બેટરી પંપ યોજના: આ યોજના અંતર્ગત મહિલા ખેડૂતને રૂ.10,000 સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જે યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેતી વાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી અને મત્સ્યપાલનની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. આ આર્ટિકલના માધ્યમથી Kheti Vadi ni Yojana વિશે વાત કરીશું. ખેતીવાડી વિભાગ દ્વારા “પાવર સંચાલિત નેપસેક પમ્પ તથા પાવર સંચાલિત તાઈવાન પમ્પ વિશે માહિતી આપીશું. આ યોજનામાં દવા છાંટવાના પંપ યોજનામાં કેટલી સહાય મળે, કેવી સહાય મળશે અને ઓનલાઈન અરજી માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિસ્તૃત માહિતી મેળવીશું.

બેટરી પંપ યોજના

ગુજરાતની સરકાર તમામ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કૃષિ યોજનાનો લાભ આપવા માટે Directorate of Agriculture, Government of Gujarat દ્વારા ikhedut બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો વિવિધ ખેતીને લગતી યોજનાઓનો ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. અત્યારે હાલમાં ઈ-ખેડૂત પોર્ટલ પર Battery Operated Spray Pump Subsidy” માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે.

બેટરી પંપ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામદવા છાંટવાનો બેટરી સંચાલિત પંપ સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
યોજનાનો ઉદ્દેશખેડૂતોને પાક સંરક્ષણ માટે દવા છંટકાવનો
પંપ સબસીડીના આધારે પૂરો પાડવો
લાભાર્થીગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ16 થી વધુ લિટર કેપેસીટી ધરાવતા પંપ માટે અનુસુચિત જાતિ,
અનુસુચિત જન જાતિ,નાના, સીમાંત અને મહિલા ખેડૂતને
રૂ.10,000/- સુધીની સબસીડી સહાય અને
અન્ય તમામ લાભાર્થીઓને રૂ. 8000 /- ની સહાય
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
આ પણ વાંચો : બટાકા મશીન યોજના: બટાકા મશીનની ખરીદી પર રૂ. 40 હજારની મળશે સહાય

બેટરી પંપ યોજનાનો હેતુ

ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે.

બેટરી પંપ યોજનાની પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  • Battery Operated Spray Pump મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ ઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આવશ્યક દસ્તાવેજ

  • જમીનની નકલ 7-12
  • અરજદારનું રેશનકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ કઢાવેલ હોય તો
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • બેંક ખાતાની પાસબુક
આ પણ વાંચો : ટીસ્યુ કલ્ચર ખેતી સહાય યોજના: આ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને 1.5 લાખ રૂપિયા સુધીની મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

દવા છાંટવાનો બેટરી સંચાલિત પંપ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

  • અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ જ્યાં 49 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-18 પર “પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત” માં પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીતની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “બેટરી પંપ યોજના: આ યોજના અંતર્ગત મહિલા ખેડૂતને રૂ.10,000 સુધીની મળશે સહાય”

Leave a Comment