આદિત્ય બિરલા શિષ્યવૃત્તિ યોજના : આ યોજના અંતર્ગત મળશે રૂ.60,000ની સહાય

કેન્દ્ર સરકાર અને રાજ્ય નાગરિકોની ઉન્નતિ, વિકાસ માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલ મૂકવામાં આવે છે. રાજ્યમાં દરેક પ્રકારના વર્ગ માટે અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં સારી અને ઉચ્ચ કક્ષાનું મેળવે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી વિદ્યાર્થીલક્ષી સ્કૉલરશિપ અને યોજનાઓ બહાર પાડે છે.
ભારત સરકાર દ્વારા પ્રગતિ સ્કોલરશીપ જેવી ઘણી બધી સ્કોલરશીપ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. એવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા Digital Gujarat Scholarship દ્વારા બહુ બધી સ્કોલરશીપ સ્કીમ અમલી બનાવેલ છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા Aditya Birla Capital COVID Scholarship for College Students 2022 માહિતી મેળવીશું.

આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજના

આ યોજનાની શરૂઆત આદિત્ય બિરલા ઇન્ડસ્ટ્રીઝ કરી છે. COVID માં જે વિદ્યાર્થીઓએ પોતાના પરિવારજનને ગુમાવ્યા છે, તેમને આદિત્ય બિરલા ગ્રુપ તરફથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં ધોરણ 1 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી કેવી રીતે કરવી તેની માહિતી પણ આગળ આજ આર્ટિકલમાં આપેલ છે. આ આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજના 2022 માં અરજી કરવાની છેલ્લી તારીખ 10 November 2022 છે.

આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ આદિત્ય બિરલા કેપિટલ કોવિડ શિષ્યવૃત્તિ 2022
શિષ્યવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્યCOVID માં જેમનું મૃત્યુ થયું છે તેમના પરિવારને આર્થિક સહાય કરવી.
લાભાર્થી ધોરણ 1 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
લાભ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા 24 હજાર અને ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂપિયા 30,000 અને કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા 60,000 ની શિષ્યવૃત્તિ મળશે.

આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજનાનો હેતુ

આ આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજના 2022 નો એ જ હેતુ છે કે, જેમનું મૃત્યુ COVID માં થયું છે અને તેમના પરિવારમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય કરવી.

આ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ યોજનામા અરજી કરવા માટે અરજદાર પાસે યોગ્ય પાત્રતા હોવી જોઈએ. તેની માહિતી નીચે આપેલ છે. તેનાથી તમને ખબર પડી જશે કે તમે આ Aditya Birla Capital COVID Scholarship માટે પાત્ર છો કે નથી. તો ચાલો પાત્રતા વિષે જાણીએ.

અરજદાર ધોરણ 1 થી 12 અથવા કોલેજમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
અરજદાર ની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ થી ઓછી હોવી જોઈએ.
આ યોજના માટે એ જ વિદ્યાર્થીઓ પાત્ર હશે, જેમના માતા-પિતાનુ મૃત્યુ કોરોના વાઈરસને લીધે થયુ હોય.
આ યોજના માટે ભારતના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ

     આ સ્કોલરશીપ હેઠળ નીચે મુજબના લાભ મળશે.

અભ્યાસશિષ્યવૃત્તિની રકમ
ધોરણ-1 થી 8રૂપિયા 24,000/-
ધોરણ 9 થી 12રૂપિયા 30,000/-
કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનેરૂપિયા 60,000/-

આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

  • અગાઉના ધોરણની માર્કશીટ 
  • અરજદારના પરિવાર મૃત્યુ પામેલા માતા કે પિતા મૃત્યુનો દાખલો
  • જે હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તેના પુરાવા 
  • આધાર કાર્ડની નક;
  • પાનકાર્ડ
  • આવક નો દાખલો
  • અરજદારનો ફોટો 
  • બેન્ક પાસબુક
  • જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો અને પ્રમાણપત્ર

યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી

જો તમે પણ આ યોજના માટે પાત્ર છો અને અરજી કરવા માંગો છો. તો તમે આ યોજના માટે ઓનલાઈન અરજી તેની Official Website પર જોઈને કરી શકો છો. તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો તેની માહિતી નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.

  • આ યોજનામાં અરજી કરવા માટે અરજદારે Aditya Birla Capital COVID Scholarship for College Students 2022 લખી Google પર સર્ચ કરો.
  • ત્યાર પછી Buddy4study ની વેબસાઇટ આવશે તેના પર https://www.buddy4study.com/application/ABCC3/instruction ક્લિક કરો.
  • ત્યાર પછી તમારી સામે આ શિષ્યવૃત્તિની બધી જ માહિતી આવી જશે.
  • આમાં ત્રણ પ્રકાર ની યોજના છે, જેમ કે 1 ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ અરજી કરવાની લિંક અલગ છે.
  • તમારે જેમાં Apply કરવું હોય તેના Apply નાં બટન પર ક્લીક કરો.
  • ત્યાર પછી તમારે મોબાઇલ નંબર વડે લોગીન કરીને તમને જે પણ માહિતી પૂછવામાં આવે તે સારી રીતે ભરો અને સબમિટ કરી દો.
  • આ રીતે તમે આ યોજના માટે અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here

Leave a Comment